લંગોટિયા 10

(22)
  • 3.3k
  • 2
  • 1.3k

            જીગરે ઘણુ વિચાર્યું પછી તે બોલ્યો, “બબલી. તને ખબર છે હાલ સેજલ ક્યાં છે? તે અહીં જ કે પછી તેનો ભાઈ તેને અમદાવાદ લઈ ગયો છે?” બબલી બોલ્યો, “લગભગ તો તે અહીં જ છે પણ તેનુ સરનામુ મારી પાસે નથી.” જીગર કહે, “એક કામ કર. સેજલના જુના સરનામાની આસપાસ રહેતા આપણા મિત્રોને તેને શોધવાનુ કામ સોંપી દે. તે પડોશી પાસેથી જાણી લેશે. મારે પહેલા દીપક સાથે વાત કરવી જોઈએ. આફ્ટર ઓલ તે મારો મિત્ર છે.” બબલી બોલ્યો, “જીગા એમ ના કરતો કારણ કે દીપક આપણા ગ્રુપના બધા મિત્રોને કહેતો હતો કે જીગર વિશ્વાસઘાતી છે.