માંડ માંડ દિવાળી કાઢી દાદૂ...! મને ખબર છે કે, આ ટાઈટલ વાંચીને મારા માથે ફટાકડા ફોડવાના જ છો. બાકી મારું મન જાણે કે, દિવાળી મેં કેમ કેમ કાઢી..? દિવાળીને બદલે સુનામી આવવાની હોય, એટલો ગભરાટ થતો હતો. જોતજોતામાં દિવાળી પણ ગઈ. પેલી નોટબંધીને તમે ભૂલી ગયાં હશો. બાકી અમારા ભેજામાં તો હજી એ કબજીયાત બનીને ટકી છે. આખું વર્ષ ભૂંગળા ખાતાં છોકરાંને ઘૂઘરા ખાવા હતાં. ઘરવાળીને યુવાન થવા બ્યુટી પાર્લરમાં ફેસિયલ કરાવવું હતું. છોકરાં દિવાળીમાં ઝબકીયા મંગાવે તો આંખમાં ઝળહળિયાં આવી જતાં હતાં. પણ જેવું સાલમુબારકનું બ્યુગલ વાગ્યું એટલે દિવાળી ગઈ. એ તો પાડ માનો નામદાર સુપ્રિમ કોર્ટનો કે,