ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 15

(86)
  • 2.4k
  • 4
  • 1.3k

15. બાર્બરી ડ્રેગન... ટાપુ પર ઊગી નીકળેલી ભીની શેરડી ખાવાથી ભૂંડને ઠંડી ન ચડી ગઈ હોત તો ડૉક્ટર અને તેમના પ્રાણીઓ સલામત રીતે રફુચક્કર થઈ શક્યા હોત, પણ... થયું એવું કે ડૉક્ટર અને પ્રાણીઓ ચાંચિયાઓના જહાજ પર ચુપચાપ ચડી ગયા અને તેમણે એટલી જ ચુપકીદીથી લંગર ઉપાડ્યું. પછી, વહાણને ખાડીની બહાર નીકળવા તેઓ તેને ધીમી ગતિએ હંકારવા લાગ્યા. પરંતુ ત્યારે જ, ભૂંડે મોટેથી છીંક ખાધી. અત્યાર સુધી ચાંચિયાઓ, ડૉક્ટરના વહાણના ભંડકિયામાં ખાંખાં-ખોળા કરતા હતા પરંતુ છીંકનો અવાજ સાંભળી તે ઉપર દોડી આવ્યા. ઉપર આવતા વેંત તેમણે ડૉક્ટરને ભાગતા જોયા અને ખાડીની બહાર નીકળવાના માર્ગમાં હોડી ઉતારી અંતરાય