ભેદી ટાપુ - 9

(383)
  • 16.7k
  • 45
  • 10k

થોડા શબ્દોમાં ગિડીયન સ્પિલેટ, હર્બર્ટ અને નેબને ગુફામાં શું બન્યું છે એની જાણ થઈ ગઈ. આ આપત્તિ પેનક્રોફટને ખૂબ ગંભીર લાગતી હતી, પણ તેના સાથીઓ ઉપર તેની જુદી જુદી અસર થઈ. નેબ તો પોતાના માલિક પાછા મળ્યા એના આનંદમાં એવો ગરકાવ થઈ ગયો હતો કે, બીજું કંઈ સાંભળવા જ તૈયાર ન હતો. હર્બર્ટ કંઈક અંશે ખલાસીની લાગણીને સમજ્યો હતો. સ્પિલેટે તો સીધો જ ઉત્તર આપ્યો: “આમાં ગભરાવાની કંઈ જ જરૂર નથી. પેનક્રોફટ.” “પણ, દેવતા કરી ગયો છે!” “તેથી શું?”