રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૧ વર્ષાબેન સવારે એકલા પડ્યા હતા. હેમંતભાઇ કંઇ કહ્યા વગર બહાર જવા નીકળી ગયા હતા. તેમણે વર્ષાબેનને એમ કહ્યું ન હતું કે તેમણે વિનયને પકડવા પોલીસને બોલાવી છે. હેમંતભાઇ હમણાં વર્ષાબેન સાથે આ બાબતે ચર્ચા કરવા માગતા ન હતા. એમ કરવાથી વચ્ચે અર્પિતાનું નામ આવતું હતું. વર્ષાબેન ભાવુક બની જાય તો તેમણે ગોઠવેલી બાજી બગડી જાય એમ હતી. ત્યારે એમને કલ્પના પણ ન હતી કે અર્પિતા તેમની બાજીને ઊંધી ફેરવી દેશે. હેમંતભાઇ આજે વિનયને જેલભેગો કરી પોતાની પોલીસમાં લાગવગ હોવાનો ગામ લોકોને પરિચય આપવાના ગુમાન સાથે નીકળી ગયા હતા. હેમંતભાઇના ગયા પછી વર્ષાબેન પોતાના