નથણી ખોવાણી - પ્રકરણ - ૫

(126)
  • 4.7k
  • 3
  • 2.2k

આકાંક્ષા એ શર્મિલુ સ્મિત આપ્યું. અને હાર પહેરાવા માટે હાથ ઊંચો કર્યો એટલા માં તો અમોલના ભાઈબંધો એ એને ઊંચકી લીધો અને બોલવા માંડ્યા , હવે પહેરાવો હાર ! અમોલ જરાય ઝુકતો નહીં હો ! અને જોરજોરથી હસવા લાગ્યા . આ બાજુ આકાંક્ષાના કાકા , મામા અને ભાઇઓ એ એને ઊંચકી લીધી અનેઆકાંક્ષા એ હાર છુટ્ટો અમોલ નાં ગળામાં નાખ્યો .હાર પણ બરાબર અમોલ ના ગળામાં આવીને અટક્યો. અમોલ ના મિત્રો એ આશ્ચર્યથી કહ્યું , અરે ભાભી નું નિશાન તો પાક્કું છે હો !!! ત્યાં તો ઘાયલ થયો છે આપણો ભાઈબંધ !!! અને ચારોતરફ થી હાસ્ય રેલાયું.