મારી પાસે મારો પતિ છે.....!

(90)
  • 2.7k
  • 7
  • 925

મારી પાસે મારો પતિ છે.....! - વિકી ત્રિવેદી કમ્પાઉન્ડર બધાને લાઈનમાં બેસાડીને ગયો. તાવ વાળાને બહારના ભાગે જ્યાં તડકો પડતો હતો ત્યાં બેન્ચ પર બેસાડ્યા. મહિલાઓને અલગ બેન્ચ પર બેસાડવી અને પુરુષોને સામેની તરફ અલગ બેસાડવા એ એમનો નિયમ હતો. આરતી એના પાંચ વર્ષના બાળકને લઈને બેન્ચ ઉપર બેઠી. આસપાસ બીજી મહિલાઓ બેઠી. એનો પતિ શુનીલ બેન્ચ પાસે આરતીના પગ પાસે ઉભો રહ્યો. માઈ ગોડ આરતી તું ? મહિલાઓની બીજી બેન્ચ પરથી જાણીતો અવાજ આવ્યો. આરતીએ નજર ફેરવીને જોયું તો જિયા એક બેન્ચ ઉપર એના બાળકને લઈને બેઠી હતી. ઓહ જિયા તું કેમ અહીં ? આરતીએ એના કોલેજ