ભાગ -૩૯ (અંતિમ ભાગ)સુરેશભાઈ તેમની પત્ની સાથે અનિલભાઈના ઘરે આવ્યા અને ત્યાં રોહન વિશેની ચર્ચા આરંભાઈ.અનિલભાઈ : સુરેશભાઈ, ચાર વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, આપણે તો આશા છોડી દીધી પણ અવંતિકા હજુ રોહિતના આવવાની આશા લઈને બેઠી છે. સુરેશભાઈ : હા, એજ ચિંતા અમને કોરી ખાય છે, જુવાન જોધ વહુ ઘરમાં વિધવાની જેમ પોતાનું જીવન વિતાવે એ અમે પણ નથી જોઈ શકતા, અને એને સમજાવવાના આપણે ઘણાં પ્રયત્નો કર્યા ! પણ એ કોઈ વાતે માનવા માટે તૈયાર જ નથી. તો હવે શું કરીએ ? અનિલભાઈ : મેં એક રસ્તો વિચાર્યો છે. અને એટલે જ મેં આજે તમને અહીંયા બોલાવ્યા. સુરેશભાઈ