લંગોટિયા - 9

(25)
  • 2.8k
  • 2
  • 1.4k

જીગર બોલ્યો, “તારો આ જ પ્રોબ્લેમ છે. તને બધુ જ ઊંધું સમજાય છે. એ મારી જીએફ નથી. જસ્ટ ફ્રેન્ડ છે.” દીપક બોલ્યો, “હા ફ્રેન્ડ છે. જીગલા દરેક છોકરો પોતાની જીએફને અને દરેક છોકરી તેના બીએફને ફ્રેન્ડ જ બતાવે છે. તુ તારા મનમાં મને બુદ્ધિ વિનાનો સમજે છે એ તારી ભૂલ છે. કોમલ સાચુ જ કહેતી હતી. તારી જેવા મિત્રો હોવા કરતા બે ચાર દુશ્મનો સારા.” જીગર ગુસ્સે થયો. તે કહેવા લાગ્યો, “દીપક, હવે હદ થાય છે. મારી મિત્રતા પર કીચડ ઉડાડવાનો તને કોઈ હક નથી. તુ એક છોકરી માટે આટલો નિમ્ન બની જઈશ એ મને ખબર નહતી. જા ભાઈ જા. હું તારા રસ્તામાં નહિ આવુ પણ એટલુ યાદ રાખજે જે રસ્તા પર તુ ચાલી રહ્યો છો એ રસ્તે તને દગા સિવાય કંઈ નથી મળવાનુ.