મારા જીવન માં સૌ પ્રથમ વખત બાઇક ચલાવવા માટેનું લાઇસન્સ મળ્યું એ પણ એક યાદગાર પ્રસંગ છે.. જ્યારે હું મોડાસા પાઠશાળા માં રહી ને કોલેજ કરતો હતો અને એ દરમિયાન લુણાવાડા ના આરટીઓ એજન્ટ દ્વારા લાઇસન્સ મેળવવા મેં અરજી કરી હતી ત્યારે મને કાચું લાઇસન્સ મળ્યું જેથી હું શીખેલી બાઇક શીખી શકું..... અને ત્યાં સુધી હું શિખાઉ ડ્રાઇવર કહેવાઉં એની તારીખ પુરી થઈ એટલે હું ટેસ્ટ ડ્રાઇવ આપવા ગયો અને ત્યાં હું પાસ થયો એટલે મને એ એજન્ટે કહ્યું હવે પાકું લાઇસન્સ જોઈતું હોય ત્યારે આ ડોક્યુમેન્ટ લઇ ગોધરા આરટીઓ ઉપડી જજો એટલે લાઇસન્સ સ્માર્ટકાર્ડ નીકળી જશે... હું તારીખ 8 9 2008 ના રોજ લાઇસન્સ માટે કાગળિયા લઈ ને મોડાસા થી ગોધરા આરટીઓ ઓફીસ જવા માટે નીકળ્યો.