નિઃશબ્દ ઇજહાર

(43)
  • 2.4k
  • 18
  • 769

ઉરવા ખૂબ સેનેસ્ટિવ હતી. નાની નાની વાતો તેને ઈફેક્ટ કરતી.દેખાવ ખૂબ સુંદર અને આકર્ષક હતો. લો. કોલેજના છોકરાઓ તેની આસપાસ તે રીતે મંડરાતા જે રીતે મધ પાછળ મધુમાખી... પણ ડંખ રૂપી કરનથી થોડા દૂર જ રહેતા... ઉરવા એકલી રહેવા લાગી, આ ઘટના પછી તો જાણે પોતે એટલી ડઘાઈ ગઈ, જે કરનને પોતાનો બેસ્ટી માનતી, એ કરનથી સાત સાત દિવસ સુધી વાત ન કરી... કલાસમાં આવે, લેક્સચર પતાવી નીકળી જાય, કરન વાત કરવાનો પ્રયત્ન કરે તો તેને સીધું ઇગ્નોર કરે! ચાંદની તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો, મેં તારી ઉપર કેટલો વિશ્વાસ મુક્યો જઈને તે સિધુ મોઢા પર કહી દીધુ? શુ વિચારતી હશે મારા વિશે ? કહેવા પહેલા એક વખત મને તો પૂછી લેવું હતું!