પુરુષ ખુદ જ ગુલામ છે !

(42)
  • 1.3k
  • 8
  • 478

રૂમમાંથી ધરતીના ડુસકા બહાર આવતા હતા. દરવાજાની તડમાંથી બહાર પડતું અજવાળું કઈક અંધારું દૂર કરવા મથતું હતું પણ આખરે અંધારા સામેં દિવાની શી વિસાત ? એક આભલું રચાયું માત્ર એક પટ્ટી જેવું પ્રકાશપુંજ માર્બલ ઉપર રેલાતું ઝળહળતું રહ્યું અને આસપાસ અંધારું એને ભરખી જવા શેતાની હાસ્ય વેરતું જાણે ખડું હતું ! એવો જ એક નાનકડો દીવો હતો ધરતી. હર્ષલના જીવનમાં અંધારા અંધકારભર્યા જીવનમાં એક જ નાનકડી જ્યોત વધી હતી ધરતી. એ પણ હવે એમ સમજતી હતી કે પપ્પા પથ્થર છે ! માણસ કેવો લાચાર છે નહીં ? એની પાસે બે હાથ છે બે પગ છે બે આંખો છે સમજવા વિચારવા મગજ છે દલીલો કરવા તર્ક છે બોલવા માટે જીભ છે અભિવ્યકતી માટે ભાષા છે અને છતાંય તે જાણે સાવ પાંગળો છે, નથી શુ ?