અંધકારથી ઉજાસ સુધી.....

(23)
  • 1.7k
  • 12
  • 475

એ અંધારી રાત કુંદન માટે ભારે હતી. ઉજાસના તમામ કિરણો અંધકારની બાહુપાશમાં ગરકાવ હતા તે જ રીતે કુંદનની મનોસ્થિતી પણ એ અંધકારમાં લપેટાયેલી હતી. એનું વર્તમાન અને ભવિષ્ય બંન્ને અંધકારમય ભાસતું હતું. ખુબ જ અસમંજસભર્યો સમય હતો કુંદન માટે. શું કરૂ ને શું ન કરૂ એવો સમય. જાણે અંત ખૂબ જ નજીક છે કે પછી આ જ અંત છે એવા વિચારો એને જકડી રહ્યા હતા.છીછરો શ્વાસોચ્છવાસ, ચહેરોનો તાણ, કપાળની કરચલીઓ અને કચકચાવીને બાંધેલી મુઠ્ઠી એના મનનાં ભયંકર દબાણનો સંકેત આપતી હતી. એનું મન જેમ દરિયાઈ તોફાનમાં દરિયાનાં મોજા ઘુઘવાટ કરે એમ વર્તી રહ્યું હતું. અચાનક આવેલી આ આપત્તિએ કુંદનના જીવનના તમામ