હું બાવો અને આદમ

  • 4.1k
  • 5
  • 1k

જરૂર આ કોઈ એબ્સર્ડ આર્ટિસ્ટનું કાર્ય હોવું જાઈએ. વળી… માથે આ ટોપી ઈસ્લામી સમાજનું પ્રતીક… મૂર્તિની નીચે પીળા કોડિયામાં દીવો સળગે છે. મૂર્તિની આસપાસનો બરફ ખસેડીને શાંતિથી ફોટો લેવાની તૈયારી કરે છે… ત્યાં કોઈક ના આવવાનાં પગલાં સંભળાળા તે મૂર્તિની પાછળ છુપાઈ જાય છે. સાદા લેંઘા ઝભ્ભાના સ્વાંગમાં એક જાડો અને તેવા જ ગ્લાસનાં ચશ્માંવાળો અજનબી અંદર બાથોડીયા મારે છે. ચશ્માં ઉતારીને સાફ કરે છે… ફરીથી એ જ જગ્યામાં કંઈક શોધવા માંડે છે. પેલો કોલેજિયન બહાર નીકળે છે. પેલાને જોઈને કંઈક વિચારમાંથી જાય છે… ત્યાં … ત્યાં ફરીથી એ જ અવાજ સંભળાય છે. પાતળો સુકલકડી છતાં થોડો પ્રોઢ જેવો લાગતો નવાગંતુકને જાઈ પેલો કોલેજિયન ફરીથી સંતાઈ જાય છે. અજનબી નવાગંતુકને પૂછે છે...