ભણેલ ગણેલ

(61)
  • 2.7k
  • 8
  • 1.3k

સુરતના એક જી.આઈ. ડી.સી. વિસ્તારની ગંદી ચાલીમાં બાંધવામાં આવેલા મકાનના સાવ ઉપરના માળે આવેલી પતરાવાળી નાનકડી ખોલી માં મચ્છરોથી બચવા ગંધાતુ ગોદડું ઓઢીને સુતેલા રમેશની બંધ આંખોના પડદા પર ઉપરના સંવાદો બે ભાઈઓ બોલી રહ્યા છે. પાંચ ચોપડી ભણેલા મોટાભાઈ ની સમજણના ધીમા દડાને નાનો ગ્રેજ્યુએટ ભાઈ,( સાયન્સ હો!) પોતાની કાલ્પનિક નોકરી કે ફેકટરીના બેટ વડે ફટકારી રહ્યો છે. સાવ નાના એવા ગામ માં નાનકડું હીરાનું કારખાનું ચલાવતો રાઘવ પોતાના નાના ભાઈ ને ભણાવી ગણાવીને આગળ લાવવા તનતોડ મહેનત કરતો. રાતે વાડીએ કામ હોય તો બાપાને મદદ કરતો. રમેશ અમદાવાદ હોસ્ટેલમાં રહી ને સાયન્સ કોલેજ કરતો. હંમેશા રમેશને સાચી સલાહ આપીને સમજાવતો.પણ ભાઈની વાતો ભણેશરીના ગળે ઉતરતી નહિ.સારા કપડાં , બુટ અને ગોગલ્સ ચડાવીને ગામ માં પાન ની દુકાને વેકેશન વાપરતા ભાઈને સાચી સમજણ આપવામાં રાઘવને ઉપર મુજબ દલીલોનો સામનો કરવો પડતો.