થોડીક વાતો ઢળતી સાંજે.....!

(33)
  • 2.2k
  • 11
  • 636

ગુલાબી સાડીમાં સજ્જ બંસીના અર્ધા સફેદવાળવાળા અંબોડા ઉપર સૂરજ કિરણો પાથરતો હતો. બંસી એક હાથમાં ડિશ પકડી બીજા હાથે કબૂતરોને દાણા આપતા હતા. થોડીવારે ડિશ ખાલી થઈ. સાડીનો છેડો ખોસીને બંસીએ પહેલાં જાણે તડકા સામે જોઇને સમય જોઈ લીધો અને જાણે કઈક ચોક્કસ સમય થઈ ગયો હોય તેમ છત તરફ નજર કરી. મરક મરક હસતા જવાહર રોજની જેમ ટટ્ટાર ઉભા હતા. બંસીના ગોરાડુ ( સફેદ ) ચહેરાની કરચલીઓમાં સંચાર થયો. તેણીએ છત તરફ માથું નમાવીને હાથ જોડ્યા. સૂરજ દેવ અને પતિ દેવ બંને એ તરફ હતા. બંસી હજુય તારું સ્મિત એવું જ છે હો. જવાહર મનમાં બબડીને ખુરશી તરફ પાછા વળ્યા