નથણી ખોવાણી - પ્રકરણ -૪

(129)
  • 5.3k
  • 7
  • 2.5k

સાંજ ના સાત વાગી ચૂક્યા હતા. મુહુર્ત પ્રમાણે જાન આવી જવી જોઈતી હતી પણ હજી સુધી નહોતી આવી. એ વખતે મોબાઈલ ફોન નહોતા કે ફોન કરીને પૂછી શકો 'ક્યાં પહોંચ્યા?' હવે આકાંક્ષાની ધીરજ ખૂટી ગઈ હતી ઘરેણાથી લદાયેલુ શરીર માં જાણે ભાર લાગવા માંડ્યો હતો હજી કેટલાક કલાક આ ભાર વેઠવાનો હતો. મનમાં વિચારી રહી ' ખરેખર આ ઘરેણાં નો ભાર છે ?' અત્યાર સુધી જે ખુશી ખુશીથી પહેરતી હતી એ અચાનક આમ ભાર રુપ કેમ લાગવા માંડ્યું ? કદાચ આ જવાબદારીનો જ ભાર હશે? એટલામાં રમ્યા દોડીને આવી. રમ્યા પડોશીની દીકરી હતી. ખુબ જ રમુજી... નિર્દોષતાથી આકાંક્ષાને જોઈને જોતી જ રહી આમ તો આવીને ખોળામાં બેસી જતી પણ આજે