પરાઈ પીડ જાણનાર...3

(30)
  • 4.1k
  • 7
  • 1.7k

પ્રત્યુષા તમાચાથી ન હતી ડઘાઈ એનાથી વધુ માના વર્તનથી ડઘાઈ ગઈ હતી. આ અચાનક માને શુ થયું એ વિચારોએ એ વેદના અનુભવી રહી. માં અત્યાર સુધી ક્યારેય પ્રકાશમાં આવી ન હતી, ન પ્રત્યુષા ના ઉછેર મા કે ન તો શામજી ના ઘરમાં. શામજીને જેમ કરવું હોય એમ કરવા દેતી હતી. ક્યારેય કોઈ પ્રશ્ન નહિ, ક્યારેય કોઈ જવાબ નહિ, માથાકૂટ નહિ, માંગણી નહિ, અપેક્ષા નહિ, જાણે એ ઘરમાં છે જ નહીં એવું વર્તન હતું એનું. એ રાતે એક જ ગાલ પર તમાચો  પડ્યો હતો પણ ઘાવ ત્રણ દિલ પર થયો હતો. ને એ ત્રણ દિલ એ રાતે ચોધાર આંસુએ રડયા હતા.