ઘણા દિવસો પછી ખભે લાલ રૂમાલ અને કેસરી વાઘા ધારણ કરેલ એક અજાણ્યા માણસને સૌએ ગામમાં ભિક્ષા માંગતો જોયો. એની સાથે વાત કરતા જાણવા મળ્યું કે એ દૂરના ગામનો બ્રાહ્મહણ છે. નિર્ધન છે એને એક પત્ની અને એક દશેક વર્ષનો દીકરો પણ છે અને આ ગામ ખૂબ ધાર્મિક છે એ વાત જાણી અહીં ભિક્ષા અને થોડી ઘણી મદદની આશાએ આવ્યો છે. લોકોને પેલી પૂજારી વાળી વાત યાદ આવી અને આ બ્રાહ્મહણ ને શિવાલયમાં પૂજારી તરીકે રહી જવાની વાત કરી. બ્રામ્હણે પણ આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો... ગામ લોકોએ એ પૂજારીને શિવાલયની બાજુમાજ ટેકરી પર એક કાચું મકાન બનાવી આપ્યું. પૂજારી એમાં પોતાના નાનકડા પરિવાર સાથે આનંદથી રહેવા લાગ્યો અને ભગવાન શિવની પૂજા સંધ્યા ભક્તિ કરવા લાગ્યો.