મંગલ - 5

(63)
  • 5.4k
  • 2
  • 2.2k

મંગલે પોતાની વાત આગળ વધારતા કહ્યું, “ અત્યારે ભલે આપણે સાથે છીએ એટલે મનોરંજન થાય છે બાકી એકલા ભટકવામાં તો આ રાત્રી કાળરાત્રી ગણાય. ઉપરથી આ જંગલનાં જાનવરો તો ઠીક માણસો પણ જંગલી, નરભક્ષી. એટલે થોડો ડર તો રહે જ. ચોથા દિવસથી તો ખોરાક પણ ખતમ. ભૂખ લાગે તો ઝાડનાં ફળ ફૂલ. સાત દિવસ થઈ ગયા તો પણ તમારો પતો ના મળે. એટલામાં દૂરથી મેં માણસોનો શોરબકોર સાંભળ્યો. આટલા દિવસોમાં મેં પહેલી વાર માણસનો અવાજ સાંભળ્યો હતો. મને આશા જન્મી કે તમે કદાચ અહી હોવા જોઈએ. જેવો નજીક જોયું તો હું પણ હક્કા બક્કા રહી ગયો. મોત તાંડવ કરતું હતું. ગોરા મુસાફરની બલિ ચડી ગઈ હતી.