ક્યારેક

(46)
  • 4.4k
  • 3
  • 1.1k

કેમ કે ,સમય બદલાતો જાય છે એમ માણસ પણ બદલાતો જાય છે. અને એજ તો વિકાસ નો નિયમ છે. ખુશાલ અને એની love story ...ઘડીભર સાંભળો તો એવું થાય કે ..પ્રેમ આવો ક્ષણિક પણ હોઇ શકે?? શુ પ્રેમ આટલો નિસ્વાર્થ હોઇ શકે ખરો???પણ હા ખુશાલ ની બાબત માં પ્રેમ ખરેખર પ્રેમ હતો. તમને શાયદ એ પ્રેમ નાં લાગે પણ મને તો યે બસ પ્રેમ જ લાગે છે. ભલે ક્ષણિક હોય. ધોરણ 11 (year 2007)ભણતા ખુશાલ ને હેન્ડબોલ રમવાનો ઘેલો શોખ ભણવામાં પણ હોશિયાર ખુશાલ અને મિત્રો પણ ઘણાય. ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષાના થોડાક જ દિવસો પહેલા મેચ હતી ખુશાલ ની અંકુર સ્કુલ નાં વિદ્યાર્થીઓ સાથે. અને હા એ દિવસે ખુશાલ તૈયાર થઇને શનિવારે સવારે નીકળ્યો જ હતો સ્કૂલે જવા.