આરોહી - ૪

(76)
  • 3.4k
  • 8
  • 2k

આરોહીએ માફીપત્ર લઈને જોરથી દરવાજો બંધ કર્યો. ઘરે કોઈને આ વિષે જાણ ન થાય એ માટે ફાઇલ છુપાવીને મૂકી દીધી. કારણ કે આરોહી જાણતી હતી કે જો એના મમ્મી પપ્પા સામે વકીલ આવશે ને કઈ ઊંધું સીધું બોલશે તો એ લોકો પાછા ટેન્શનમાં આવી જશે અને સહી કરી દેશે. આરોહી ભાઈના મૃત્યુના દુઃખમાં ઓરડામાં બેઠી હોય છે. એની બંને નાની બહેનો મમતા અને અસ્મિતા ત્યાં આવે છે. આજે આરોહી અને મલ્હારનો બર્થડે હોય છે. બંને ટ્વીન્સ હતા એટલે હંમેશા સાથે જ બર્થડે ઉજવતા આવ્યા હતા પણ આજે મલ્હાર ત્યાં હાજર ન હતો. આરોહી પોતાના આ જીવનના પળોને યાદ કરીને આંખોથી અશ્રુધારા વહાવી રહી હતી.