પ્રેમની શરૂઆત - 3

(101)
  • 3.7k
  • 17
  • 1.9k

‘લગ્નની વાત, હું તને ખુબ ખુશ રાખીશ…આઈ લવ યુ, પ્લીઝ માની જા.’ સ્વાગત બોલવા લાગ્યો પલ્લવીનો હાથ હજીપણ એનાં હાથમાં જ હતો. ‘આ શું સ્વાગતભાઈ?’ થોડાંક ગુસ્સા સાથે પલ્લવીએ જોરથી પોતાનો હાથ સ્વાગતની પક્કડમાંથી છોડાવ્યો અને એનો બેડરૂમ છોડી ને બહાર દોડી ગઈ. પલ્લવી એ સ્વાગતની ભાભી છે. ખબર નહી કેવું નસીબ લઈને આવી હતી સ્વાગતના ઘરમાં. આમ મૂળ ભાવનગરની અને સાતેક વર્ષ પહેલાં ગુજરાત હાઈકોર્ટના ખ્યાતનામ વકીલ અને રાજકોટમાં રહેતાં ભવનાથ બદિયાણીનાં મોટાં પુત્ર શિખરને પરણીને રાજકોટ આવી હતી. રાજકોટ પહોંચતાંજ જાનની બસમાંથી નીચે ઉતરીને મિત્રોનાં અતિ આગ્રહને માન આપીને સ્હેજ સ્થૂળકાય એવાં શિખરે દસ મિનીટ ડાન્સ શું કર્યો કે ત્યાંજ એને હાર્ટ એટેક આવી ગયો અને