સીરીયસલી ?

(14)
  • 3.9k
  • 3
  • 1.1k

હમણાં વાત જાણે એમ બની કે એક મેસેજ વોટ્સએપમા ફરતો થઈ ગયો. (આમેય હવે મેસેજ જ ફરતા હોય છે, માણસ તો મોબાઇલમાં ‌જ સ્થિર થઇ ગ્યો છે!!!) દિવાળી જેવું તો કંઇ લાગતું જ નથી તો ભાઈ પતંગ ચગાવ, પિચકારી લઈને હોળી કર. હવે આમાં હોળી કર એમાં પાછું કન્ફ્યુઝન. હોળી તો આગથી થાય તો એમાં પિચકારીની શું જરુર ? ઘણા તો પોતાની જીભથી એ હોળી કરાવી નાખે તોય એમને કોઈ પાકિસ્તાન જવાનું નહીં કે એ‌ ય એક જોવાની વાત છે. પાકિસ્તાનથી યાદ આવ્યું કે હમણાં સરદાર પટેલની જન્મ જયંતી ઉજવાઇ ત્યારે એવા રાજ્યો ને જોડવા માટે એમને વધારે યાદ કરવામાં આવ્યા કે જેમને ભારતમાં ન'તુ જોડાવું.