અપેક્ષા

(56)
  • 3.2k
  • 19
  • 1k

સુહાસે વિચાર્યું કે પોતાના જેવો વિચાર વૈભવ કદાચ સીમામાં નહિ હોય પણ તેના ચહેરાની અકથ્ય વાણી તેને સ્પર્શી ગઈ. ઘડિયા લગ્ન લેવાયા. ને સુહાસ સીમા સાથે પોતાના વિચારો નો મેળ કરવા લાગી ગયો. સીમા બહુ સમજદાર ને સાલસ છોકરી વિચારો મળતા ન હોવા છતાં હમેશા સહમત થઈ જતી. સુહાસ કહેતો પણ ખરો કે તું પરાણે કેમ સ્વીકારે છે. સીમાનો એક જ જવાબ હોય'પ્રેમ મા પરાણે ન હોય સુહાસ, હું હોંશેથી સ્વીકાર કરું છું.' સીમા જાણતી હતી કે દલીલ કરીને તે સુહાસ ની પ્રિય બની શકશે પણ તેનો અહમ પણ એટલો જ ઘવાશે. એટલે જ તે સુહાસ ના દરેક વિચારને આવકારતી એ પણ વગર દલિલે. સુહાસ ને મનોમન પોતાના વિચારોને દલીલ કરીને પછી સમર્થન કરે એવા ભાવનાત્મક સાથીની ખોટ સાલતી.