નથણી ખોવાણી - પ્રકરણ - ૩

(137)
  • 5.3k
  • 10
  • 2.7k

વાજતે - ગાજતે મામેરૂ આવી ગયું . અને પછી ગ્રહશાંતિ નો પ્રસંગ ધામધૂમ થી પૂરો થયો. પ્રથા ગમગીન આકાંક્ષા ને જોઈ રહી. આકાંક્ષા એ જમવા માટે થાળી તો લીધી‌ હતી પણ માંડ માંડ ગળે થી કોળિયો ઉતારી રહી હતી. એટલા માં બધા સગાં સંબંધીઓ અને સખીઓ આજુબાજુ આવી ને ટોળું વળી ગયા અને જાત જાતની ઠઠ્ઠામશ્કરી કરવા માંડ્યા. આકાંક્ષા પણ બધું ભૂલી વાતો કરવા લાગી, હસવા લાગી. કદાચ એને પણ એ પળ સુંદર લાગતી હતી અને કોને ના ગમે? બહું ઓછી એવી પળો માણવા માટે હોય છે જિંદગી માં જ્યાં બધે હસી ખુશી થી એક બીજા સાથે વાતો કરે એવો માહોલ હોય.