Bucket list -03

(22)
  • 3.1k
  • 6
  • 1.2k

અચાનક તેને અવાજ સંભળાયો . અવાજ દરિયા માંથી આવતો હતો .કોઈ તેનું નામ પુકારતું હોય એવું એને લાગ્યું . જય દરિયા ની નજીક ગયો . દરિયા નું બરફ જેવું ઠંડુ પાણી જય ના પગ ને સ્પર્શી રહ્યું હતું . જયે આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં . ફરી અવાજ આવ્યો . પણ કોઈ દૂર દુર સુધી દેખાયું નહીં . અચાનક દરિયા નું એક મોજું આવ્યું જાણે જય ને દરિયા માં સમાવી લીધો . ચારે તરફ પાણી હતું .થોડું પાણી નાકમાં પણ જઈ રહ્યું હતું .ધીમે ધીમે જય નો દુનિયા સાથે નો સંપર્ક તૂટી ગયો આંખ આગળ અંધકાર અને મગજ એકદમ ખાલી .