જીવન મરણ નો ભેદ

(34)
  • 5.8k
  • 10
  • 1.1k

રાત પડતાં પડતાં જીવાભાઈ થાકીને લોથપોથ થઈ ને પોતાના ઝોપડી માં જઈને ખાટલી ઉપર પડતાં ની સાથે જ ઊંઘી જતાં હતાં. આમ ને આમ જીવન વિતાવા લાગ્યું હતું. ક્યારેક ક્યારેક જીવાભાઈ સંમસાન ની અંદર થી આવજાવ કરતાં હતાં. એક દિવસ બપોર ના સમયે જીવાભાઈ ઉતાવળે પગલે સંમસાન વાળા રસ્તેથી પસાર થઈ રહ્યા હતાં અને અચાનક એમને પગમાં ઠેસ વાગે છે અને એ ઊભા રહીને નીચે જુવે છે તો એક મૃત્યુ પામેલા વ્યક્તિ ની ખોપડી થી તેમને ઠેસ વાગી હોય છે. જીવાભાઈ બંધુ જ ભુલીને એ ખોપડી હાથ માં પકડી ને બેસી જાય છે. થોડીવાર પછી એ ખોપડી ને ઠીક થી મુકીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે અને તે ખોપડી પાસે ઠોકર મારવા બદલ માફી માંગે છે. અને કહે છે.