દીકરી

(76)
  • 3.8k
  • 17
  • 1.1k

“તો શું દીકરીયુનો હાયડો કરવાનો! અને ઇ તો અમારા ઘરની વાત છે ઈમાં તમારે માથું મારવાની જરૂર નથી.” દાદીએ કરડતા અવાજે કહ્યું. “બા, હું શિક્ષક છું સમાજનું ઘડતર જોઈ શકું, પડતર નહીં. શહેરમાં દાક્તર પાસે જઇ ટીવીમાં જોવરાવવાની તમે વાત કરો છોને! પણ, ત્યાં મોટા મોટા સાહેબો પણ હોય છે. જો તેમને ખબર પડીને તો તમારે, કમળાબેનને, ગોવિંદભાઈને અને ડોક્ટરને બધાને જેલમાં જવું પડશે અને બહુ મોટો દંડ ભરવો પડશે.” દાદીમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. એ કઈ બોલે એ પહેલા જ ક્રિષ્ના જવા માટે ઊભી થઈ ગઈ. દાદીમાએ બધો ગુસ્સો કમળા પર ઉતાર્યો. જેમ તેમ કરી ગોવિંદે બાને સમજાવ્યા. નવ મહિના પૂરા થતાં કમળાએ…