પ્રતિક્ષા - ૮

(156)
  • 4.5k
  • 7
  • 2.2k

એપ્રિલની અમદાવાદની કાળજાળ ગરમીથી તો મુંબઈનું વાતાવરણ ક્યાંય ઠંડુ હતું પણ ઉર્વીલના મનના ઉકળાટમાં તો વધારો જ થઈ રહ્યો હતો. સવારનો સમય અને મુંબઈ સેંટ્રલથી બાંદ્રાનો ટ્રાફિક ઉર્વીલના મસ્તિષ્કનો ઉચાટ સતત વધારી રહ્યા હતા. તે જલ્દીથી જલ્દી ઉર્વાને મળવા માંગતો હતો. રેવા અને ઉર્વીલની ઉર્વા વિષે જાણવા માંગતો હતો. પિતૃત્વની આ ક્ષણ માણવા માંગતો હતો. પણ હજી થોડો સમય કદાચ શેષ હતો. આ રસ્તાઓ જ્યાં ક્યારેય ના ચાલવાની તેણે કસમ ખાધી હતી ત્યાં જ તે ફરીથી જઈ રહ્યો હતો. ૨૦ વર્ષમાં જે મુંબઈની સામે ફરીને નહોતું જોયું આજે તે જ મુંબઈમાં ઉર્વીલ રેવાના ઘરે જઈ રહ્યો હતો... ઉર્વીલ નહોતો યાદ