ભડ નું ફાડીયું

(67)
  • 3.2k
  • 9
  • 1.3k

ભુદરશેઠની દુકાન ગામમાં મોટી. ખમતીધર ખેડુથી માંડીને ગામના ઝાંપે ઝુંપડી બાંધીને રહેનાર સુધીના અને નાના ટાબરીયાથી લઈને ઠોં ઠોં કરતા ડોસા સુધીના તમામ ભુદરશેઠના જ ઘરાક. ભુદરશેઠના પિતાશ્રીએ દીકરાનું નામ શહેરમાંથી જ્યોતિષાચાર્ય ને બોલાવીને ભદ્ર ચંદ્ર એવું ભારે ભરખમ નામ પાડેલું.પણ ગામડા ગામની લોકજીભે આવું નામ ચડે ખરું ? એટલે ભદ્રચંદ્ર નું ગામડિયું સ્વરૂપ ભુદર થઈ ગયું. વડીલો ભુદરૂ અને દોસ્તો ક્યારેક ભુનદરૂ કહીને ખીજવતા.અને મજુર વર્ગમાં ભુદરા શેઠ લોકપ્રિય થઈ ગયેલા.પંદર વર્ષની ઉંમરે એનો બાપ ભીખોશેઠ ધમધમતી દુકાન એના હાથમાં સોંપીને મોટા ગામતરે ચાલી નીકળેલા. ત્યારબાદ ડોશી પણ લાબું ખેંચી શકેલા નહિ, એટલે ભુદરનું જીવન પહેલેથી જ એકલવાયું થઈ