વ્યવસ્થિત રીતે

(44)
  • 3.4k
  • 4
  • 998

"પ્રવાસમાં બધા શિક્ષકોએ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવવાનું છે. મહાબલેશ્વરના આ પ્રવાસમાં ટ્રસ્ટી સાહેબ  અરુણભાઈ આપણી સાથે આવવાના છે તો દરેકે વ્યવસ્થિત તૈયાર થઈને આવવું "  પ્રિન્સિપાલ રમેશચંદ્રે સ્ટાફને સૂચના આપતા કહ્યું." સાહેબ, ટ્રસ્ટી સાહેબ સાથે આવે ઇ તો વાંધો નઈ પણ વ્યવસ્થિત એટલે કેવી રીતે આવવાનું ? તમે બે વખત ખાસ કહ્યું એટલે જરા વ્યવસ્થિતની વ્યાખ્યા સમજાવી દેશો તો અમને ખ્યાલ આવશે " રસિક જાનીએ વધેલી દાઢી ખંજવાળતા પૂછ્યું. અને સ્ટાફમાં હાસ્યનું હળવું મોજું ફરી વળ્યું. સ્ટાફને હસતો જોઈ આચાર્ય થોડા ખીજવાયા, "જુઓ જાની સાહેબ, તમે છે ને હોશિયારી ના મારો . વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત.એમ કંઈ વ્યાખ્યા ન હોય.