રણનું પારેવું

(70)
  • 2.1k
  • 9
  • 594

‘લા... લા... લા... લા... લા... લા...’ સુષ્મા હરખાતી હરખાતી ગીત ગાતી હતી. એની સાસુ પણ હિંચકે ઝૂલતી એને જોઈ રહી હતી. પ્રમોદ આજે નોકરી પર ગયો નહોતો. પ્રમોદના પપ્પા હરિભાઈ દત્ત મન્દિરથી દિવા કરીને આવી ગયા હતા. સુષ્મા હજુ લા લા લા લા લા ગીત ગાતી અરીસામાં પોતાના પાતળા દેહ ઉપર નવી સાડી લપેટતી હતી. સુષ્મા બાળપણથી જ કુપોષણનો શિકાર થયેલી હતી. તે છેક આજે ચોવીસ વર્ષની થઈ તોય હજુ એનો બાંધો પાતળો જ રહ્યો હતો. ખરું કહીએ તો એમાં કુદરતનો કોઈ વાંક નહોતો પણ સુષ્માની મા લતાબેનને પહેલા બે દીકરી જન્મી હતી એટલે હવે ત્