"વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા!""હે! ગણેશજી, કોઈપણ શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે આ શુભ પ્રસંગે તમારા આશીર્વાદ આપો."ફૂલ ને ગણેશજી ના ચરણોમાં અર્પણ કરી દો." બ્રાહ્મણ બોલ્યા."ગણેશ સ્થાપન! હા ;ત્યારે ગણેશ સ્થાપન ચાલી રહ્યું હતું લગ્ન પ્રસંગની અનેક વિધિઓ માં ની એક વિધિ. બધાં ખૂબ જ ઉત્સાહમાં હતાં. સુંદર સાડીઓ અને ઘરેણાં સુસજ્જિત સ્ત્રીઓ અને પારંપરિક વસ્ત્રોમાં પુરુષો. ઘરનું માહોલ હર્યુભર્યું .ક્યાંક વાતો ક્યાંક ગીતો, ક્યાંક જોર જોરથી હસવા ના અવાજ ,આ બધામાંં આકાંક્ષાને ખૂબ જ એકલવાયું લાગતું હતું. મમ્મી પપ્પા ની મરજી ના લીધે લગ્ન તો કરી રહી હતી પણ પછી.... મનમાં લાખો સવાલો હતા ,ડર હતો