મુક્તિ અંદર દાખલ થઈ. અંદર દાખલ થઈ ત્યાં જ દરવાજા પર લગાવેલુ તોરણ તેનાં અંદર જતાં જ પડી ગયુ. જેનાં તરફ કોઈનું ધ્યાન ન ગયું. તે અંદર ગઈ એટલે બધાં તેનું વેલકમ કરવાં ઉભાં હતાં. ઓફીસ માં એન્ટર થતાં જ જમણી બાજુ દિવાલ ને અડીને સફેદ રંગનાં મુલાયમ સોફા હતાં. તેની ઉપર જ એસી હતું. તેની બાજુમાં નાનો રૂમ હતો જેમાં પાણી નો જગ રહેતો અને ત્યાં બીજા નાના રુમ માં ટોઇલેટ અને અટેચ્ડ બાથરૂમ હતુ. તે રૂમ ની બાજુ માં મેઈન બોસ ની કેબીન હતી. તેની બાજુમાં એક રૂમ હતો જે હંમેશા લોક રહેતો જેને સ્ટોર