નો રીટર્ન - ૨ - ૩૧

(385)
  • 9.8k
  • 11
  • 5.5k

ભારત છોડવાનો નિર્ણય તેમણે એકાએક રાતોરાત લીધો હતો. એ નિર્ણય લેવો પડે એમ જ હતો કારણકે ઇન્સ. ઇકબાલ ખાનને તેમની ભનક લાગી ચૂકી હતી. પરિસ્થિતી એવી સર્જાઇ હતી કે ગમે તે સમયે ઇકબાલ તેમને આંબી જાય તેમ હતો. પ્રોફેસર થોમ્પસન અને ક્લારા ગભાઇ ગયા હતાં. જો ભારતીય પોલીસનાં ચોપડે તેમનાં નામ નોંધાય ગયાં તો પછી જે કામ માટે તેમણે આટલાં વર્ષો જદ્દો-જહેદ કરી હતી, લાંબા સમયની તપસ્યા કરી હતી, એ કામ ગણતરીની સેકંન્ડોમાં ચોપટ થઇ જાય. એવું ન થાય એ માટે તેમણે તાબડતોબ એક ચાર્ટર પ્લેન “હાયર” કર્યુ હતું અને તેઓ એ પ્લેનમાં સવાર થઇને બ્રાઝિલ જવા રવાના થઇ ચૂકયાં હતા.