બસમાંથી એક સાવ મેલા કપડાં પહેરેલો વ્યક્તિ ઉતર્યો એના ખભે એક નાકાવાળી થેલી લટકાવેલી હતી. આ થેલીમાં શું હતું એની કોઈને ખબર ન હતી. એનો આવો પહેરવેશ અને એની શારીરિક ભાષા જોઇને કોઈને પણ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ આ જગ્યા છોડીને ક્યાંય જવાનો ન હતો તો પણ તે દરરોજ સવારે શા માટે બસ સ્ટેશન પર આવી જતો હશે? આવી તો જાય પરંતુ જે બસ આવે એમાં કશું પણ વિચાર્યા વગર જ ચડી જતો. પછી જ્યારે બસ ઉપડવાની તૈયારી હોય ત્યારે તે અપંગ, વૃદ્ધ કે પછી છોકરું તેડેલી કોઈ મહિલાને પોતાની સીટ આપીને બસમાંથી ઉતરી જતો. આવું તો એ રોજ કરતો હતો. બે-ચાર દિવસ ગયા અને એક દિવસ એ જ કંડકટર એ બસમાં હતા અને તેમણે જોયું કે...