દુષણ

(34)
  • 2.3k
  • 2
  • 681

નાથા કાકા અને સીતા બા ને માથે ભારે ચિતા તોળાતી'તી. દીકરો પરેશ પરણવા લાયક થઈ ગયો'તો. નસીબ જોગ પડોશના ગામે હરજીભાઈની દીકરી હારે સગપણ પણ થઈ ગયું'તું. પરેશ પણ ભોળો, ત્રેવીસનો થયો પણ નાના બાળકો હારે ગિલ્લી દંડા રમતો! ગામમાં કોઈ પોલીશ કે બીજા અધિકારીની ગાડી આવે તો બાળકો હારે એય ગાડી જોવા દોડી જાતો. અધિકારી એને મોટો ગણી કોઈનું ઘર કે ખેતર પૂછતાં એટલે જટ જીપમાં ચડી જાય. "હાલો વતાવું તમને. આયથી આમ લો." કહી લઈ જતો અને વળતો ખેતરોમાંથી બોર કે પિલું વિણતો વિણતો ચાલ્યો આવે. એને મન તો બસ ગામ એટલે સરગ અને ગામના માણહ એટલે દેવ!