પાર્ટ-3"દિલ તમોને આપતા આપી દીધુંપામતાં પાછું અમે માપી લીધું;માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાંચોતરફથી કેટલું કાપી લીધું!"પાયલ સાથે નજર મળતાં રિયાનને એક ક્ષણ પુરતો ધબકારો ચૂકાઈ ગયો અને એ એક ક્ષણમાં અડધી ક્ષણ માટે તો જાણે દુનિયા થંભી ગઈ અને બાકીની અડધી ક્ષણમાં હ્રદય અને મસ્તિષ્ક અલગ ,અલગ જગ્યાએ હોવા છતાં બન્ને જગ્યાએ એકસાથે ખળભળાટ મચી ગયો.આ પાયલ છે? કે બીજું કોઈ?મિત્રોને કેટલા કોન્ફિડન્સથી કહેતો હતો કે મને એક નજરમાં ગમી જાય એવી છોકરી બનીજ નથી.તો પછી આ શું થયું ? આજે આ ઈન્ડિયન બ્યુટીને જોઈને મારા હોશ કેમ ઉડવા લાગ્યાં ?' શું આને જ લવ એટ ફર્સ્ટ સાઈટ કહેવાય?'બીજી જ