પ્રેમ નો ત્યાગ મૃણાલ વડોદરામાં રહેતો હતો. અને તે ત્યાં રહીને જ બી.બી.એ.નો અભ્યાસ કરી રહ્યો હતો.તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો.અને તે જે કોલેજમાં અભ્યાસ કરતો હતો તે કોલેજમાં અમૃતા નામની એક છોકરી પણ તેમની સાથે અભ્યાસ કરી રહી હતી. મૃણાલ અમૃતાને ચાહતો હતો પરંતુ તે પોતાના દિલની વાત ક્યારેય જણાવી શકતો ના હતો.તે ધીમે ધીમે અમૃતાની નજીક જવાની કોશિશ કરવા લાગ્યો.પરંતુ અમૃતાએ ક્યારેય મૃણાલને પોતાની નજીક ના આવવા દીધો, મૃણાલ નજીક જવાની જેટલી વધુ મહેનત કરે એટલી જ અમૃતા તેમનાથી દૂર જતી રહે. અંતે આ વાત મૃણાલ ને ખબર પડી કે તે જેટલી કોશિશ કરે છે નજીક જવાની