મેરા દોસ્ત ગણેશા

  • 2.4k
  • 1
  • 899

ગણેશચતુર્થી ને એક દિવસ રહ્યો હતો.આસપાસ ગણેશ ભગવાન ના આગમન ની તૈયારીઓ ચાલી રહી હતી.ગણેશ ભગવાન ની મૂર્તિઓ, પૂજાની સાંમગ્રીની ખરીદીમાં વધારો થયો હતો.બજારોમાં ભીડ હતી. નિયમિત સમયથી પણ વધુ સમય સુધી દુકાનો ખુલી રહેતી હતી. મીઠાઈની દુકાનો પર ભીડ જામી હતી. મોતી ચૂરના લાડવાની રાષ્ટ્રીય સ્તરે અચાનક માંગ વધી ગઈ હતી. તો કોઈ કોઈ પોતાના હાથેથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવી રહ્યા હતા.સોસાયટી, ગામડાઓમાં નાના-નાના મંદિરથી લઈને મોટા વિશાળ મંદિરોમાં સજાવટની તૈયારી ચાલુ હતી. તો કોઈ કોઈ મંદિર રાત્રે લાઈટોથી જગારા મારી રહ્યું હતું. પૃથ્વીપર ભારત વર્ષ આકાશમાંથી અલગ જ દેખાતું હતું. જાણે કોઈ સિતારો જ જોઈ લ્યો. બાળકો શુ