દર્શન અને આરતીના લગ્ન થયાને આજે ત્રીજો દિવસ હતો.તે બન્નેને આજે તેના ફુઈના ધરે જમવા જવાનુ હતુ.દર્શન તેના રૂમની અંદર રહેલા બાથરૂમ માથી ન્હાયને તેના ભીના વાળને કોરા કરતો બહાર આવ્યો.આરતી તેના રૂમની અસ્તવ્યસ્ત હાલતને વ્યવસ્થિત કરવામા વ્યસ્ત હતી. "આરતી... જલ્દી તૈયાર થઈ જા,આપણે જમવા જવાનું છે ફુઈના ધરે,નહી તો આપણને લેટ થશે."પોતાના ચોખ્ખા શરીર પર,સુગંધીત ડિયોનો છંટકાવ કરતા તેની પત્ની આરતીને દર્શને કહ્યુ. "દર્શન...મને બધી ખબર છે,ફુઈનો સૌથી પહેલો ફોન મારા પર આવ્યો હતો અને મને કહ્યુ હતુ જમવા માટે "આરતીએ તેને તાકી રહેલા દર્શનની સામે સ્મિત કરતા કહ્યુ. "સારુ..કહેવાય..હમમમ...તો