સત્ય અસત્ય - પ્રકરણ - 26

(1k)
  • 48k
  • 36
  • 34.2k

એ જે પ્રકારના મનસૂબાઓ ઘડીને આ ઘરમાં દાખલ થઇ હતી એ મનસૂબા હવે સફળ થવાના નહોતા એ વાત એને સત્યજીતના વર્તનથી સમજાઈ ગઈ હતી. એણે દ્રઢપણે ગાંઠ વાળી... આગળ વધીને બંને હાથે સત્યજીતને પોતાના બાહુપાશમાં લઇ લીધો. એની પીઠ પર માથું મૂકીને એણે જોર જોરથી રડવા માંડ્યું, “દરેકની ભૂલ થાય છે સત્યજીત... હું મૂરખ હતી કે તારા જેવા માણસને ઓળખી ન શકી. તને હાથ જોડું છું... તારા પગે પડું છું... મારા પર અહેસાન કર... પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ મને માફ કર. હું આજ પછી તને ફરિયાદનો મોકો નહીં આપું.” “આજ પછી હું ક્યારેય ફરિયાદ કરવાનો જ નહી.” સત્યજીતનો અવાજ હજી પણ એટલોજ સ્થિર હતો. એણે બંને હાથે પોતાના હાથ પોતાની છાતી પરથી કાઢ્યા.