નવ રાતની નવલકથા દાંડિયાની જોડ ભાગ – ૩ એ વર્ષો પછીનો આંગળીના ટેરવે અનુભવાયેલો સ્પર્શ શ્રૃજલને રોમાચિંત કરી રહ્યો હતો કે તેના ખાલીપાને ભરી રહ્યો હતો તે શ્રૃજલ નક્કી કરી શકતો નહોતો પણ આજે તે લાગણીના પ્રવાહમાં વહીને ઇતિહાસમાં ખેંચાઇ રહ્યો હતો. શ્રૃજલને ખ્યાલ આવ્યો કે આજે ઘણા વર્ષો પછી તેને પોતાનું પર્સનલ લોકર ખોલ્યું છે..... એ યાદો અને એ સંવેદનાઓને તેને કેટલાય વર્ષો સુધી સુષુપ્ત અવસ્થામાં પોઢાડી દીધી હતી. પણ આજે ફરી તે જુની યાદો તેને સુંવાળી બનીને પોતાને સથવારો આપી રહી હતી કે જ્વાળામુખી બનીને તેને દઝાડી રહી હતી તે શ્રૃજલ નક્કી કરી શકતો નહોતો. પણ સુનયના વિનાની