બીવેર : આ ‘ રમત ‘ જોખમી અને જીવલેણ છે

  • 3k
  • 1
  • 873

મનોચિકિત્સકોનું કહેવું છે કે ૧૦ માંથી ૬ કેસ મોબાઈલ ગેમ્સની લત છોડાવવા માટેના આવતા થઇ ગયા છે . બાળકો પર આની બહુ ખરાબ અસર પડે છે . પીડીયાટ્રીક ડોકટરોનું કહેવું છે કે સતત મોબાઈલ ગેમ્સ રમવાથી કે એની આદત પાડવાથી બોડી કલોક ડીસ્ટર્બ થઇ જાય છે યાની કી ફીઝીકલ અને મેન્ટલ ગ્રોથમાં રુકાવટ કે એની ઝડપ ઓછી થઇ શકે છે . બાળકનું એની સરખી ઉમરવાળા બાળકો સાથે બહાર રમવાનું ઓછું થઇ જવાથી એના વર્તન અને વિકાસમાં ફેર પડી શકે છે .વધુ મોબાઈલ ગેમ્સ રમનાર બાળક અભ્યાસમાં પાછળ પડી શકે છે તો એડલ્ટ વ્યક્તિ સામાજિક કે નોકરી ધંધામાં ધ્યાન ખોઈ બેસે છે .