રેડલાઇટ બંગલો ૩૫

(436)
  • 11.7k
  • 8
  • 8.1k

વિનય જ્યારે અર્પિતા સાથે લગ્ન કરવાનું સપનું જોતો હતો ત્યારે પિતાએ નટુભાઇની છોકરી સાથે તેના લગ્નનું ગોઠવવા માંડ્યું એ કરતાં અર્પિતા માટે ના પાડી દીધી તેનો ઝાટકો તેને વધારે લાગ્યો હતો. અર્પિતાના માતા-પિતાના ચરિત્ર વિશે વાત કરીને લાભુભાઇએ વિનયને તેમના પરિવારના સંસ્કારનો ચિતાર આપી દીધો હતો. તે અર્પિતાના ચરિત્ર માટે પણ આડકતરી રીતે આંગળી ચીંધી રહ્યા હતા એ વિનયને સમજાતું હતું. પિતાએ ચોખ્ખા શબ્દોમાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો હતો કે તે અર્પિતાને આ ઘરમાં વહુ તરીકે લાવવા માગતા નથી. પણ વિનયને અર્પિતા બહુ ગમતી હતી. બીજી મુલાકાતમાં અંગત પળો માણ્યા પછી તેને થતું હતું કે તે હવે અર્પિતા વગર રહી શકશે નહીં. તેનો અર્પિતા માટેનો પ્રેમ વધી ગયો હતો. તેના માટે પિતાની વિરુધ્ધ જવાનું સરળ ન હતું. લાભુભાઇ હંમેશા પોતાનું ધાર્યું જ કરતા હતા એ વિનય સારી રીતે જાણતો હતો. અને તેમના વિરુધ્ધ જવાનું પરિણામ શું આવશે એ પણ તે સમજી શકતો હતો. અર્પિતા સાથે તેના લગ્ન કરવા પિતા કોઇ કાળે રાજી નહીં થાય એનો ખ્યાલ આવી ગયો હતો. તેનું ગરમ લોહી પિતા સામે બળવો કરવા આખા શરીરમાં ફરી રહ્યું હતું.