માધવ ક્યાય નથી.....!

(33)
  • 10.4k
  • 6
  • 4.4k

હોટલ વૃંદાવન મુંબઈના ધનાઢ્ય લોકોની અવર જવર માટે વખણાતી હોટલો માની એક હતી. મધ્યમ વર્ગ તો શું ઉપલા મધ્યમ વર્ગના લોકો માટે પણ એ હોટલમાં મિજબાની આપવી કે જન્મદિવસ ઉજવવો એ માત્ર એક સપનું જ હતું. એ હોટલ માત્ર શ્રીમંત લોકોની મિજબાની અને મોટી કંપની મીટીંગો માટે જ હતી એમ કહો તો પણ ચાલે. લગભગ સામાન્ય કિંમતની ગાડી માટે તો એ હોટલના દરવાજા પણ ન ખુલતા, એના વિશાળ પાર્કિંગમાં કોઈ ભીડવાળા સ્ટેન્ડ પર ટેક્સીઓ જોવા મળે એનાથી વધુ મર્સડીઝ, ઓડી, જેગુઆર, રોલ્સ રોયસ અને એવી કેટલીયે કીમતી કાર જોવા મળતી. હોટલ વૃંદાવન વિવિધ કાર્યોમાં વ્યસ્ત જ જોવા મળે. કયારેક એનામાં