હારમાંથી જીત ખુબજ અઘરું લાગતુ કામ હાર ને સ્વીકારવી.સ્વાભાવિક છે કે દરેક કામમા હાર મળશે અથવા તો જીત.એ પછી ભણવામાં હોય, નોકરીમાં હોય,ધંધામા હોય ક પછી પોતાનું જે ધ્યેય ઈચ્છા હોય એમા. હા જો પોતાની ઈચ્છા મુજબ કામ થાય સફળતા મળે તો પછી બધૂન ભૂલીને એના કેફ માં જ રાહીએ. આમ વટથી ચાલીએ.એને સેલિબ્રેટ પણ કરીએ.ટૂંકમાં એકદમ સહજતાથી સ્વીકારીએ. ક્યારેય કોઈને જીત માટે દલીલ કરતા જોયા. ક હું સફળ કેમ થયો.?? નહીને...!