સમતાનો પ્રેમ

(36)
  • 3.4k
  • 3
  • 1.1k

સવાલ હતો. સમતાની ખુશીનો. એના વણ પ્રીછ્યા પ્રેમનો... નદીના ધોડાપૂરની જેમ ઉભરેલી લાગણીઓનો.. પહેલી વર્ષાની રમજટનો.. મન ભીંજાયા ના તલસાટનો.. પડખેજ આંખમાં આખુ મેઘધનપુષી આભલુ ભરી સમતા બેઠી હતી. એની નજરો વારે ધડીએ પપ્પાના વાત્સલ્ય સભર ચહેરાને સ્પર્શી જતી હતી. એક કસક હતી એમાં પોતાના માટે બધુ કરી છૂટવાની. પોતાની મૂંગી લાગણીઓનો પ્રતાપ હતો. પોતાની બોલતી આંખે બધુ જ કહી દેવાની આવડત જે એનામાં વિસ્તરી હતી. સમતાની બીજી સાઈડ નીયતિ બેઠી હતી.