સત્ય અસત્ય - પ્રકરણ - 23

(1.1k)
  • 52.1k
  • 40
  • 38.2k

અમોલાની આંખો બંધ હતી. આટલા બધા કલાકના દર્દ અને બ્લિડિંગના કારણે એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. હળવા સિલેટીવને કારણે ઊંઘી રહી હતી. હમણાં જ ચોખ્ખી કરીને લવાયેલી પિંક ફ્રોક અને ટોપી પહેરેલી બાળકી ગુલાબી ફલાલીનમાં લપેટાયેલી નાનકડા પારણામાં ઝૂલતી હતી. એની પાસે ઊભેલાં મિસિસ ઠક્કર હળવા હાથે પોતાની આંગળીઓ એના કપાળ પર ફેરવતા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી રહ્યાં હતા. સોનાલીબહેનને જોતાં જ એમણે કહેવા માંડ્યું, “આના પપ્પા હોત તો ગાંડાઘેલા થઇ ગયા હોત. અમોલા કેટલી વહાલી હતી એમને. અમોલાનું સંતાન એમને માટે તો...” આગળ બોલી શકે એ પહેલાં તો એમનું ગળું રૂંધાઇ ગયું. સોનાલીબહેને નજીક આવીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ બીજી જ ક્ષણે...